રાજકોટ મહાનગરપાલિકાના ૫ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ.કમિશનરશ્રી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાના ૫ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ.કમિશનરશ્રી.


રાજકોટ શહેર તા.૧/૧૧/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાનાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે. જેમાં તા.૩૧-૧૦-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૫ કમર્ચારીઓ નિવૃત થતા નાયબ મ્યુનિ. કમિશનરશ્રી આશિષ કુમાર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું. ઓક્ટોબર-૨૦૨૨ના છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ (૧) ફિલ્ટર પ્લાન્ટ શાખાના હેલ્પર સુધીર રામચન્દ્ર ગવેડા (૨) ફાયર બ્રિગેડ શાખાના ફાયરમેન મોગલ અબીદ એચ (૩) ફાયર બ્રિગેડ શાખાના ડ્રાઈવર વિજયસિંહ મનહરલાલ પઢિયાર (૪) પ્રોજેક્ટ શાખાના જુનીયર ક્લાર્ક દવે જયેશ એન. (૫) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના મુકદમ વાઘેલા નટવર માયાભાઇ નિવૃત થયા છે. તા.૨૯-૧૧-૨૦૨૨ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં નાયબ મ્યુનિ. કમિશનરશ્રી આશિષ કુમારના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર સહીતનાં અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.