જાલીયાગામે બીજેપીના કાર્યકર્તા પ્રચાર માટે પ્રવેશબંધી લગાવી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જાલીયા ગામે બીજેપી નેતા અને કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી.ગામમાં બેનર લગાવવામાં આવ્યા.ક્ષત્રિય સમાજના પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ સામે વિરોધનો વંટોળ.જ્યાં સુધી પુરષોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવામા નહિ આવે ત્યાં સુધી બીજેપી ના ઉમેદવાર કે કાર્યકર્તાઓ ને પ્રચાર માટે ગામમાં પ્રવેશવા દેવામા નહિ આવે તેવી રાજપૂત જાલીયા સમાજના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. રાજપૂત સમાજ દ્વારા આવતીકાલે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરવામાં આવનાર છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.