મહીસાગર જિલ્લાના લોકોએ બોટ ચલાવતી વખતે સુરક્ષા રાખવા અપીલ કરતાં મહિસાગર જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડયા. - At This Time

મહીસાગર જિલ્લાના લોકોએ બોટ ચલાવતી વખતે સુરક્ષા રાખવા અપીલ કરતાં મહિસાગર જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડયા.


મહીસાગર જિલ્લાના લોકોએ બોટ ચલાવતી વખતે સુરક્ષા રાખવા અપીલ કરતાં મહિસાગર જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડયા.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ રાઠડા બેટ જ્યારે વરસાદ પડે છે ત્યારે ગામની ચારેબાજુ પાણી ભરાય જાય છે. આ ગામમાં લગભગ ૫૦ જેટલા પરિવારો ટેકરા પર ઊચા ભાગે રહે છે. એ લોકોને બહાર આવવા જવા માટે બોટનો ઉપયોગ કરે છે. ત્યાંનાં લોકો લગભગ ૫૦ વર્ષથી લોકો બોટનો ઉપયોગ કરે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અવાર નવાર મુલાકાત પણ લેવામાં આવે છે અને ત્યાંનાં લોકોને તકેદારી લેવામાં આવે છે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડયાએ જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ ગામની મુલાકાત અવાર નવાર લેવાતી આવે છે અને ત્યાંનાં સ્થાનિક લોકોને સુરક્ષાના સાધનો કેવી રીતે વાપરવા અને બોટિંગ કેવી રીતે કરવું તેની માહિતી આપવામા આવે છે. જેના થકી આજ દિન સુધી કોઈ દુર્ઘટના બની નથી. રાઠડા બેટ ગામના લોકો બોટના સહારે અવર જવર કરે છે અને લગભગ દરેક કુટુંબ પાસે પોતાની બોટથી અવર જવર કરે છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે અને ગામના લોકોને સુરક્ષાની તાલીમ વહીવટી તત્ર દ્વારા આપવામાં આવશે. વધુમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મહીસાગર જિલ્લાના લોકોને બોટ ચલાવતી વખતે પૂરેપૂરી સુરક્ષા રાખવા અપીલ કરી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.