નવું વર્ષ….નવી આશા….નવો ઉત્સાહ ———— નાગરિકલક્ષી સુવિધા વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ બનતાં કર્મચારીઓ ————
નવું વર્ષ....નવી આશા....નવો ઉત્સાહ
------------
નાગરિકલક્ષી સુવિધા વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ બનતાં કર્મચારીઓ
------------
ગીર સોમનાથ તા.૦૩: નવા વર્ષની કિરણ નવી આશા અને નવા ઉત્સાહના સંચાર સાથે પ્રસરી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તાત્કાલીક સેવાઓના કર્મચારીઓ નવા વર્ષે નાગરિકલક્ષી સુવિધા વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ બન્યાં હતાં.
જિલ્લામાં કાર્યરત “૧૦૮”, “૧૮૧”, “૧૯૬૨”, “ખિલખિલાટ” જેવી નાગરિક હિતલક્ષી સેવાઓના કર્મચારીઓએ વેરાવળ ચોપાટી ખાતે નવા વર્ષમાં વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરવાના સંકલ્પ લીધા હતાં.
ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત ઈ.એમ.આર.આઈ જી.એચ.એસના તમામ પ્રોજેક્ટ ૧૦૮, ખિલખિલાટ, ૧૮૧, ૧૯૬૨ સહિતના તમામ કર્મચારીએ સાથે મળીને નવા વર્ષ ૨૦૨૫ના સોનેરી સંકલ્પો સાથે તેમજ નવા વર્ષમા નવા ઉત્સાહ સાથે નાગરિકલક્ષી સેવાઓ વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોનો જીવ બચાવવા તેમજ કપરા સમયમાં સત્વરે “૧૦૮”સેવાના કર્મચારીઓ હંમેશા ખડેપગે રહે છે. તેમજ“૧૮૧”અભયમ હેલ્પલાઈન દ્વારા પણ અનેક મહિલાઓને કપરા સમયમાં મદદ પૂરી પાડવામાં આવી છે. “૧૯૬૨”હેલ્પલાઈન મૂંગા અને અબોલ પશુઓના જીવ બચાવવામાં મદદરૂપ બને છે.
૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.