બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ના અધ્યક્ષ સ્થાને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ના અધ્યક્ષ સ્થાને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રા-02 કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજરોજ બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વિશ્વાસથી વિકાસયાત્રા-02 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત સાવલિયા તેમજ જિલ્લા મહામંત્રી ગૌતમ ખસિયા સહિત અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. હાજર રહેલા મહેમાનોના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિકાસના કામો છે, તેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત 8 કરોડ 80 લાખ રૂપિયાના વિકાસના કામોના વર્ક ઓડર આપવામાં આવ્યા હતા. જેને લઈ આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં પેવર બ્લોક સહિતના વિકાસ ના કામો થશે તેવી આશા સાથે નિવેદન આપ્યું હતું.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.