અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડાએ ધોરણ 12 ની પરીક્ષામાં 97. 93 પી.આર મેળવ્યા. - At This Time

અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડાએ ધોરણ 12 ની પરીક્ષામાં 97. 93 પી.આર મેળવ્યા.


તાજેતરમાં જ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બહુજન નાયકોના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવા નાની ઉંમરે પ્રતિભાશાળી અને સમગ્ર અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડા એ ધોરણ 12 ની પરીક્ષામાં 97.93 પીઆર અને 88.71% મેળવીને ગૌરવ વધાર્યું છે.
નાની ઉંમરમાંજ જામનગરની સ્નેહા બગડા ડો.બાબા સાહેબ આંબેડકર ના જીવન અને વિચારોને આપણે પ્રત્યક્ષ રીતે નિહાળી શકીએ તેવી સ્પીચ આપી સમગ્ર ગુજરાતમાં પોતાની નામના બનાવી છે હાલમાં ઘણા સમયથી સ્નેહા બગડા પરીક્ષાના કારણે બહુજન મુવમેન્ટમાં ઓછા હાજર રહ્યા હતા.અને અંતે તમામ અનુ.જાતિ સમાજને ગર્વની લાગણી અનુભવાય તેવા રીઝલ્ટ સાથે ઉત્તીર્ણ થઈ પરિવાર અને સમગ્ર અનુસૂચિત.સમાજ નું ગૌરવ વધાર્યું છે. સ્નેહા બગડા એ જણાવેલ છે કે તેઓ સિવિલ સર્વિસીસ માં જવા ઈચ્છે છે આથી તેઓ ભવિષ્યમાં યુપીએસસી ની પરીક્ષા આપશે.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image