એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાના પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું. - At This Time

એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાના પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું.


"વૃક્ષારોપણ એક જવાબદારી છે એક વૃક્ષ મા કે નામ"
આવો સૌ સાથે મળીને આપણા અરવલ્લીને હરિયાળું બનાવીએ.

માનનીય પીએમના ‘એક વૃક્ષ મા કે નામ’ના આહ્વાનને પ્રતિસાદ આપતા, ચાલો આપણે સૌ ૭ જુલાઈ ૨૦૨૪ રથયાત્રાના પાવન દિવસે વૃક્ષારોપણ કરીને આપણી માતાઓ અથવા તેના સમકક્ષ એક વૃક્ષ જેનું આપણે હંમેશા જાળવણી કરીશું તેવી પ્રતિજ્ઞા સાથે વાવીએ. આપણા પરિવારના બાળકોને તેમની માતાઓ સાથે એક વૃક્ષ વાવીને ઉછેર કરીને આવનારી પેઢીને સુરક્ષિત કરીએ.

આજે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ‘એક વૃક્ષ માં કે નામ ‘અભિયાનમા તેઓનો પરિવાર પણ જોડાયો હતો. તેમના દ્વારા અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યા.૭ જુલાઈ ૨૦૨૪ એક શુભ દિવસ છે, રથયાત્રાનો પવિત્ર તહેવાર અને જાહેર રજા છે અને ચોમાસું આવી ચૂક્યું છે. ચાલો આપણે સૌ ગ્રીન અરવલ્લી માટેના આ અભિયાનમાં જોડાઈએ અને આ દર્શાવતું સ્ટેટસ પિક્ચર અથવા ડીપી મુકીએ.આપણે સૌ ચોક્ક્સથી આ અભિયાનમાં જોડાઈએ અને આપના અરવલ્લીને હરિયાળું બનાવીએ.

જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.જેમાં ડીઆરડીએડાયરેક્ટરશ્રી ,DYSP,કાર્યપાલક ઇજનેરશ્રીમાર્ગ અને મકાન વિભાગ,તેમના પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.