ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન માર્ચ-2024 સુધી ચલાવવાનો નિર્ણય - At This Time

ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન માર્ચ-2024 સુધી ચલાવવાનો નિર્ણય


ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન માર્ચ-2024 સુધી ચલાવવાનો નિર્ણય

મુસાફરોની સુવિધા માટે,પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવી રહી છે,જેનો સમયગાળો ફેબ્રુઆરી-2024 માટે નક્કી કરવામાં આવ્યો હતો.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલ્વેએ આ ટ્રેનની અવધિ 28 માર્ચ,2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે. ટ્રેન નંબર 09208/09207 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ.ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 28 માર્ચ 2024 સુધી ચાલશે.તેવી જ રીતે,ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.30 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.આ ટ્રેન 29 માર્ચ 2024 સુધી ચાલશે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.