7/18, 2:42 PM] ABID BHAI 22: જાયન્ટ્સ હિંમતનગર દ્વારા બહેરા મૂંગા શાળામાં કાર્યક્રમ યોજાયો................... - At This Time

7/18, 2:42 PM] ABID BHAI 22: જાયન્ટ્સ હિંમતનગર દ્વારા બહેરા મૂંગા શાળામાં કાર્યક્રમ યોજાયો……………….


[7/18, 2:42 PM] ABID BHAI 22: જાયન્ટ્સ હિંમતનગર દ્વારા બહેરા મૂંગા શાળામાં કાર્યક્રમ યોજાયો...................
તા.17/07/2023 ને સોમવારના રોજ સાંજે 6:00 *જાયન્ટ્સ હિંમતનગર* દ્વારા આર. એલ. શાહ બહેરા મૂંગા વિદ્યાલય, બાયપાસ રોડ, મોતીપુરા, હિંમતનગરની શાળાના કુલ 120 બાળકોને ભોજન તથા શિક્ષણકીટ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ પ્રમુખ જયંતકુમાર આર. જોષી, ઉપપ્રમુખ પી.જે.મહેતા, મંત્રી નિગમકુમાર આર.જોષી, સહમંત્રી જયદીપસિંહ રહેવર, ખજાનચી મહેશભાઈ ભટ્ટ, આંતરિક ઓડિટર નિશાનકુમાર બી.ઉપાધ્યાય તથા અક્ષયભાઈ આર.પંચાલ ઉપસ્થિત રહી જાતે ભોજન પીરસી તમામ બાળકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. અંતે તમામ બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. શાળા સ્ટાફ મિત્રો દ્વારા સારો સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. તમામ જાયન્ટ્સ મિત્રોએ સદર સેવાકીય કાર્યમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપી આનંદની અનુભૂતિ કરી હતી.
[7/21, 7:31 PM] ABID BHAI 22: શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય, નવા માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું......આજરોજ અમારી શાળા શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય નવા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્યશ્રી ગૌતમભાઈ , શિક્ષક મિત્રો નીરજભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા રશ્મિકાબેન તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તે અંતર્ગત શાળાની અંદર કેટલીક જગ્યાએ વૃક્ષો વાવ્યા તથા તેને ઉછેરવાની કાળજી રાખીને સૂની જમીનને વૃક્ષોથી સુશોભિત કરી તથા નિરંતર જાગૃતિ આવે તે હેતુથી આ વૃક્ષારોપણ અમે કર્યું. આ દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી પી.જે.મહેતાએ પણ હાજરી આપી હતી અને તેમણે પણ અમને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને આ કાર્ય ની તેઓ પણ ખુશી અનુભવી હતી. અંતમાં એટલું જ છે કે "પર્યાવરણની સુરક્ષા નું હશે જો સ્વપ્ન મનમાં માનવ થશે ઉન્નત,નહીં રહે કોઈ રોગ તનમાં".


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.