બી.એ.પી.એસ. યજ્ઞપુરુષ વાડી, સાળંગપુરની પ્રત્યક્ષ મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય
બી.એ.પી.એસ. યજ્ઞપુરુષ વાડી, સાળંગપુરની પ્રત્યક્ષ મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય
બોટાદના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધે અને ખેડૂતો ગુણવત્તાલક્ષી ઉત્પાદન મેળવે તે દિશામાં પ્રયાસો હાથ ધરવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જીન્સી રોયે બીએપીએસ યજ્ઞપુરુષ વાડી, સાળંગપુરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી જેમાં જીવામૃત પ્લાન્ટ સહિત સીતાફળ,દાડમ, જામફળ, અંજીર, ખજુર, કમલમ ફળ સહિતના બાગાયતી પાકોના વાવેતર માટે જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અને પ્રોત્સાહન વધે તથા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી ગુણવત્તાલક્ષી ઉત્પાદન મેળવે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરવા માટેની પદ્ધતિઓ, તેનાથી થતા ફાયદા, પ્રાકૃતિક ખેતીથી જમીનનું સંરક્ષણ અને પ્રકૃતિલક્ષી સંવર્ધન વિશે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં આ મુલાકાત દરમિયાન ફાર્મ મેનેજરશ્રી રમેશભાઇ તડવીએ પૂજ્ય બ્રહ્મચિંતન સ્વામીજી વતી યજ્ઞ પુરુષવાડીમાં ઉપલબ્ધ બાગાયતી પાકો અંગે જિલ્લા કલેક્ટરશ્રીને તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.એફ.વાળા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્માશ્રી જયેશભાઇ કહોદરિયાને યજ્ઞ પુરુષવાડીમાં ઉપલબ્ધ બાગાયતી પાકોની ખેતી પધ્ધતિ અંગે માહિતગાર કર્યા હતાં.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.