N.I.A ના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ રઘુવંશી ને ફરજ દરમિયાન ઉત્તમ કામગીરી બદલ NIA ના D.I.G સાહેબ ના હસ્તે પ્રશંસાપત્રથી સમ્માનિત કરાયા.
દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે હંમેશા નિષ્ઠા, સતર્કતા અને બહાદુરી પૂર્વક ફરજ બજાવતા N.I.A ( National investigation agency ) ના પોલીસ કર્મચારીઓ ને ઉચ્ચ અધિકારીઓ તેમની કાર્ય ક્ષમતા અને સુઝબુઝ થી દેશની સુરક્ષા ને લગતી કેટલીક ખાસ અને ક્યારેક જોખમી કામની જવાબદારી ( ટાસ્ક ) સોંપવામાં આવતી હોય છે અને આ જવાબદારી ( ટાસ્ક ) N.I.A સહિત અનેક સુરક્ષા એજન્સીના કેટલાક સાહસિક ( જવાન ) કર્મચારીઓ તો પોતાના જીવ અને પરિવાર ની ચિંતા કર્યા વગર બેખોફ અને બહાદુરી પૂર્વક ફક્ત અને ફક્ત દેશ ની સુરક્ષા માટે પોતાની જીવ જોખમમાં મૂકી પૂર્ણ કરતાં હોય છે,
દેશ ની આંતરિક હોય કે બાહ્ય સુરક્ષા અર્થે જયારે N.I.A નો કોઈ પણ જવાન બહાદુરી પૂર્વક ઉચ્ચ અઘિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન સાથે પોતાના જીવની જરા પણ ચિંતા કર્યા વગર દેશના કોઈ પણ ખૂણે જઈ સોંપવામાં આવેલ જવાબદારી ( ટાસ્ક ) સફળતા પૂર્વક પરિપૂર્ણ કરે ત્યારે એ બહાદુર જવાન ને પોતાના વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી કામની પ્રસંશા કરી જવાનનો નું પ્રોત્સાહન વધારવા પ્રસંશાપત્ર થી સમ્માનિત કરવામાં આવે છે,
ઉપરોકત તસવીરમાં પણ N.I.A ના માનનિય D.G.P સાહેબ ના વરદ હસ્તે N.I.A ના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ રઘુવંશી ને ફરજ દરમિયાન ઉત્તમ અને સફળ કામગીરી અર્થે પ્રસંશાપત્ર થી સમ્માનિત કરતા જોવા મળી રહ્યા છે,
N.I.A ના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ રઘુવંશી ને પ્રસંશાપત્ર થી સમ્માનિત કરવામાં આવતા આ ક્ષણ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના પરિજનો, સ્વજનો, સાથી કર્મચારીઓ અને મિત્રો માટે ગૌરવ, પ્રેરણા સાથે યાદગાર ક્ષણ ચોકકસ કહી શકાય.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.