કડાણા ડેમમાં હાલ પાણીની આવક વધતાં ડેમ માંથી આજે પાણી છોડવામાં આવતાં મહી નદી બે કાંઠે - At This Time

કડાણા ડેમમાં હાલ પાણીની આવક વધતાં ડેમ માંથી આજે પાણી છોડવામાં આવતાં મહી નદી બે કાંઠે


કડાણા ડેમમાં હાલ પાણીની આવક વધતાં ડેમ માંથી આજે પાણી છોડવામાં આવતાં મહી નદી બે કાંઠે વહેતી જોવાં મળે છે.કડાણા ડેમમાં હાલ પાણી ની સપાટી તેની મહત્તમ સપાટી એ જોવાં મળે છે ‌કડાણા ડેમમાં પાણીની સપાટી 419ફુટ 10 ઈંચ થવા પામી છે.કડાણા બંધ માં આજે પાણી ની આવક 1.46.000 ક્યુસેક હોઈ ડેમમાથી હાલ 1.46.000.કયુસેક પાણી ડેમનાં ચાર ગેટ પાંચ ફુટ ને આઠ ગેટ સાત ફુટ ખોલીને પાણી છોડવામાં આવી રહેલ છે.કડાણા ડેમ માંથી 15.300.કયુસેક પાણી વીજળી ઉત્પાદન માટે કડાણા હાયડોપાવર પ્રોજેક્ટ ને અપાઈ રહ્યું છે ને કડાણા હાઈડ્રોપ્રોજેકટ ના ત્રણ વીજ યુનિટ હાલ કાયૅરત છે.કડાણા ડેમ માંથી હાલ બસો ક્યુસેક પાણી કડાણા ડાબા કાંઠા નહેર માં ને બસો ક્યુસેક પાણી સુજલામ સુફલામ્ કેનાલમાં છોડવામાં આવેલ છે.
કડાણા ડેમ માંથી આજે પાણી છોડવામાં આવતાં મહી નદી કાંઠા નાં ગામો ને તંત્ર દ્વારા સતૅક કરાયેલ છે.
જીલ્લા નું વહીવટી તંત્રને જીલ્લા પોલીસ તંત્ર ને સ્થાનીક તંત્ર ઉભી થનાર પરીસ્થીતી ને પહોચીવળવા માટે જરુરી આયોજન કરેલ છે અને સૌના સંકલન થી ને સહકાર થી મહીનદી માં ને પાનમ નદી માં પાણી છોડાતાં તેથી ઊભી થયેલી ને ઉભી થનાર પરીસ્થીતી ને પહોચીવળવા માટે કટીબદ્ધ જોવાં મળે છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.