સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને લીલી ઝંડી આપતા રાજ્ય સભા સાંસદ શ્રીમતિ રમિલાબેન બારા.  - At This Time

સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને લીલી ઝંડી આપતા રાજ્ય સભા સાંસદ શ્રીમતિ રમિલાબેન બારા. 


આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલીકા વિસ્તારમાં આ રથ પરીભ્રમણ કરશે. આ પ્રસંગે પોશીના ખાતે રથ નં. બે નુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાગત કરાયુ હતું. અને લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું.  

 આબીદઅલી ભુરા

સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.