દુધઈ ગામના તલાટી કમ મંત્રી ની સતત ગેરહાજરી થી ગામલોકો પરેશાન - At This Time

દુધઈ ગામના તલાટી કમ મંત્રી ની સતત ગેરહાજરી થી ગામલોકો પરેશાન


*મુળી ના દુધઈ ગામે તલાટી ની સતત ગેરહાજરી થી ગામલોકો પરેશાન*

મુળી તાલુકાનાં દુધઈ ગામે તલાટી કમ મંત્રી ની સતત ગેરહાજરી થી ગામલોકો અને ખેડૂતો પરેશાન થયાં છે આ બાબતે આવનાર દિવસોમાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો સાથે ગામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનાર છે દુધ‌ઈ નાં તલાટી ડોડીયા પંચાયત માં હાજર રહેતાં ન હોય હાલ ખેડૂતો ને KCC લોન ભરપાઈ કરવાની હોય તેમાં દાખલાની જરુરીયાત હોય છે સાથે ખેડૂતો ને સબસિડી ખેતી ઓજારો માં ફોર્મ ભરવા ની કામગીરી ચાલુ હોય ત્યારે તલાટી ની હાજરી અને દાખલાઓ ની ખેડૂત ને ખાસ જરૂર પડતી હોય છે અઠવાડિયામાં એક દિવસ પણ દુધઈ ફાળવવામાં આવતો નથી અને અરજદાર ને ટેલીફોન કરી તેઓ નાં વતન વઢવાણ સુધી ધક્કા ખાવા ની નોબત આવી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને લેખિત માં રજુઆત કરવામાં આવશે તેમ ગામજનો એ જણાવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.