રાજકોટના રૈયાધારમાં આવાસનું બાંધકામ નબળું, દિવાલોમાંથી ભેજ ઉતરવા લાગ્યો, પટાંગણમાં ગંદા પાણી છલકાયા
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સ્માર્ટ સિટી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ લાઈટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે આ પ્રોજેકટનું લોકાર્પણ પણ વડાપ્રધાનનાં હસ્તે કરાયું હતું. જોકે માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં આ પ્રોજેક્ટ અંતર્ગત બનેલા આવાસોનું બાંધકામ નબળું હોવાના આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. એક વર્ષમાં દિવાલોમાંથી ભેજ ઉતરવા લાગ્યો છે. તેમજ ડ્રેનેજ કનેક્શન નહીં અપાતા પટાંગણમાં ગંદા પાણી છલકાતા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.