કોલેજીયન યુવાને ફાંસો ખાઈ જીવ દીધો
શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરના યુનીવર્સીટી રોડ પર રહેતા અને મારવાડી યુનિવર્સિટીમાં બીબીએના કોલેજીયન વિદ્યાર્થીએ સવારે માતાને કોલેજ જાઉં છું મેસેજ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શિક્ષક દંપતી શોકમાં ગરકાવ થઇ ગયું છે.યુનિવર્સિટી પોલીસે મૃતકના મોબાઈલમાં રહેલ વોટ્સઅપ મેસેજ પર મળેલ ઇંગ્લીશ નોટ આધારે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,શહેરના યુનીવર્સીટી રોડ પર આવેલ એન્ડફ્લિ ટાવરમાં રહેતા અને મારવાડી યુનિવર્સિટીમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ઓમ અલ્કેશભાઈ મહેતા(ઉ.વ.21) નામના યુવાને પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુનીવર્સીટી પોલીસ મથકના કુલદીપસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓમના માતા-પિતા બંને શિક્ષક છે.આજે સવારે તે નોકરીએ ગયા હતા જયારે યુવાને માતાને મેસેજ કર્યો હતો કે મેં નાસ્તો કરી લીધો છે હવે હું કોલેજે જાઉં છું આ મેસેજ કર્યા બાદ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે.
સાંજે માતા આવ્યા ત્યારે પુત્રને લટકતો જોઈ 108ને જાણ કરતા 108ના સ્ટાફે દોડી જઈ મૃત જાહેર કર્યો હતો તેણે આપઘાત કરતા પહેલા એક ટેગ લખ્યું હતું જેમાં ’વોટ્સઅપ ચેક કરજો’ તેવું જણાવ્યું હોય પોલીસે વોટ્સઅપ ચેક કરતા તેમાં ઇંગ્લીશમાં લખાણ મળ્યું હોય પરંતુ તેમાં પરિવારને બહુ યાદ કરશે અને બાળપણને પણ બહુ યાદ કરું છું તેવું જણાવ્યું હતું તેમજ આપઘાત સંદર્ભે કોઈ વાત નહિ હોવાનું જાણવા મળ્યું છે છતાં કારણ જાણવા તપાસ હાથ ધરી છે.ઓમ થોડા સમય બાદ કેનેડા ભણવા જવાનો હોવાનું પણ જાણવા મળ્યું છે.શિક્ષક દંપતીના એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.