માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ
*માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ*
****"
*જીલ્લાના તમામ માર્ગો વાહનચાલકો અને પદયાત્રીઓ માટે સુગમ બનાવાયા*
******
રાજ્યમાં ભારે વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના તમામ મુખ્ય માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી શરૂ થઈ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ જિલ્લાના મુખ્ય માર્ગોને જોડતા રસ્તા ઉપર પડેલા ખાડાની પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
માર્ગો પર પડેલા ખાડાના કારણે ભાદરવી પૂનમે પગપાળા જતા યાત્રીઓ અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના અનેક માર્ગો પર ભારે વરસાદના કારણે માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જે અંતર્ગત પ્રાંતીજ, હિંમતનગર, તલોદ હાઇવે માર્ગ પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી માર્ગોને મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠાના કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે. જે માર્ગો પર ખાડા પડ્યા છે ત્યાં અમારી અલગ અલગ ટીમો કામ કરી રહી છે. ખાડાઓનું ડામર પેચવર્ક કરી તેની મરામત થઈ રહી છે. જેથી માર્ગો પર પસાર થતા વાહન ચાલકો અને પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે. ટૂંક સમયમાં જિલ્લાના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાનું ડામર પેચ વર્કનું કામ કરી માર્ગોને ફરી સુગમ બનાવવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.