સંસ્કૃત સાહિત્યમાં માનવમૂલ્યો - ડૉ.નરેશ વણઝારાનું વ્યાખ્યાન વિશેષ - At This Time

સંસ્કૃત સાહિત્યમાં માનવમૂલ્યો – ડૉ.નરેશ વણઝારાનું વ્યાખ્યાન વિશેષ


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટ્સ કૉલેજ માલવણ - મહીસાગરના સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડૉ.નરેશ વણઝારાએ
શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ(વાલિયા, જી-ભરુચ)ના સંસ્કૃત વિભાગમાં “સાંપ્રત સંદર્ભે માનવમૂલ્યો- સંસ્કૃત સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં” વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની ઉપાદેયતા, સંસ્કૃત સાહિત્યમાં રહેલા મૂલ્ય શિક્ષણના બિંદુઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સ્વરૂપ અને તેમાં સંસ્કૃત ભાષાનું યોગદાન તથા ભારતીય સંસ્કૃતિનું દર્પણ સંસ્કૃત સાહિત્ય- વગેરેના સંદર્ભમાં માહિતીસભર અને અસરકારક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન કાર્યક્રમમાં કૉલેજના કાર્યકારી આચાર્યા શર્મીલાબેન પટેલ, સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડૉ.અલ્કાબેન ચૌહાણ, ડૉ.દિનેશસિંહ જી રાજ, ડૉ.રોશનકુમાર એન.ગામીત, ડૉ.પુષ્પાબેન પટેલ તથા 62 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યાખ્યાન કાર્યક્રમનું સંચાલન ડૉ.દિનેશસિંહ જી. રાજ દ્વારા તથા આભારવિધિ ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીની વસાવા વૈશાલીબેન દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
મો,814021077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.