રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર પોલીસની PCR વાન અને બાઇક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
ઓમનગર સર્કલ નજીક BRTS રોડ પર પોલીસ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસની જીજે-03-એજી-1979 નંબરની પોલીસ પીસીઆર વાન અને જીજે-03-ઇજી-6983 નંબરના બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં પોલીસની પીસીઆર વાનમાં પણ આગળના ભાગે નુકશાન થયું છે. પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા પીસીઆરવાન ચાલકનો બચાવ થયો છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.