કૌટુંબિક બહેનને અડપલાં કરનાર શખ્સને ઠપકો આપવા જતા પરિવાર બાખડી પડ્યો : પથ્થર-પાઈપના ઘા કરી મહિલા પર હુમલો - At This Time

કૌટુંબિક બહેનને અડપલાં કરનાર શખ્સને ઠપકો આપવા જતા પરિવાર બાખડી પડ્યો : પથ્થર-પાઈપના ઘા કરી મહિલા પર હુમલો


શહેરની હુડકો ચોકડી પાસે કૌટુંબિક બહેનના અડપલાં કરનાર શખ્સને ઠપકો આપવા જતા પરિવાર બાખડી પડ્યો હતો. પથ્થર-પાઈપના ઘા કરી મહિલાનું માથું ફોડી નાખ્યું હતું. વહેલી સવારે સગીરા ઘરમાં સૂતી હતી ત્યારે કાકાના દીકરા ભાઈએ અડપલાં કર્યાં હોવાનો આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્ત સગીરાની માતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. જ્યારે સગીરાના પિતા મર્ડર કેસમાં હાલ જેલમાં છે, સગીરા સાત ભાઈ બહેનમાં બીજા નંબરની છે. આજીડેમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ, હુડકો ચોકડી પાસે બ્રહ્માણી હોલ પાસે શાંતિનગર મફતિયાપરામાં રહેતા 40 વર્ષીય મહિલાને આજે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે આવેલ પરિવારજનો અને તેમની 17 વર્ષીય પુત્રીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેની નજીકમાં જ તેના કાકાનો દીકરો આર્યન રહે છે. આજે સવારે સગીરા પોતાના ઘરમાં ખાટલા પર સૂતી હતી. તે સમયે આર્યનને આવી સુતેલી સગીરા પર નજર બગાડી હતી. સગીરાની છાતીમાં હાથ નાખતા જ સગીરાની માતા આવી જતા આ હરકત જોઈ ગઈ હતી.
આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે પછી સગીરાની માતા તેના ઘરે ગઈ અને આરોપીના પત્ની પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી ઠપકો આપ્યો હતો. ત્યાં ઉશ્કેરાયેલ આરોપી, તેની પત્ની અને આરોપીની દીકરીએ પાઈપ અને પથ્થરના ઘા કરી સગીરાની માતા પર હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં સગીરાની માતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ બાદ પોલીસે નિવેદન લઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.