કન્યા પ્રાથમિક શાળા દ્વારા, બાળમેળો અને લાઈફ સ્કીલ મેળા નું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર જી.સી. આર.ટી.પ્રેરીત વિદ્યાર્થીઓ માં વિવિધ જીવન કૌશલ્યો ની ખીલવણી થાય તે માટે આ વર્ષે બાળ મેળા ની પ્રવૃત્તિઓ ને બે વિભાગમાં આયોજીત કરવામાં આવી છે. બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો નું આયોજન કરાયું છે. લાકડિયા કન્યા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ ૧ થી ૫ વિદ્યાર્થીઓની માટે બાળ મેળો અને ૬ થી ૮ વિદ્યાર્થીઓ ની
માટે જીવન કૌશલ્ય આધારિત લાઈફ સ્કિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રંગપૂરણી, બાળવાર્તા, માટી કામ, હસ્તકલાની કામગીરી, ચિત્રકામ, તેમજ બાળવાર્તા આધારિત નાટક, ટાયર પંક્ચર, ફયુઝ બાંધવો,વ્યસન મુક્તિ,કોમ્પ્યુટર પાર્ટ જોડવા,ઈસ્ત્રી કરવી,મહેદી, બ્યુટીપાર્લર,વેપાર,સ્ક્રુ- ખીલી લગાવી,ભરત ગૂંથણ જેવી પ્રવૃત્તિઓ થી વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની શક્તિઓને ઉજાગર કરાઈ હતી.
જેનું આયોજન શાળા ના આચાર્ય શ્રી જે બી રાઠોડ સાહેબ માર્ગદર્શન હેઠળ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પ્રવિણસિહ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.શાળા સર્વ શિક્ષક પોતાને સોપેલી પ્રવૃત્તિ ને બખૂબી થી નિભાવી હતી.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.