ભરૂચ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વમાં વિવિધ વિભાગના ટેબ્લો બન્યા સૌના આકર્ષણનું કેન્દ્ર
ભરૂચ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વમાં વિવિધ વિભાગના ટેબ્લો બન્યા સૌના આકર્ષણનું કેન્દ્ર
દેશના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ગત રોજ રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. ભરૂચ જિલ્લાના હોસ્ટેઇ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ,ગ્રામ વિકાસ તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
પરંપરાગત રીતે દર વર્ષે પ્રજાસત્તાક પર્વ નિમિતે સમગ્ર દેશમાં વિવિધ સાંકૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ સહિત વિવિધ વિભાગની યોજનાકિય માહિતી પ્રદર્શિત કરવા માટે ટેબ્લોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વિવિધ વિભાગના કુલ-૧૫ ટેબ્લો દ્વારા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ ક્રમે આઇ.સી.ડી.એ, દ્વિતિય ક્રમે પ્રાયોજના વહીવટદારની કચેરી તથા ત્રીજા ક્રમે “માય લિવેબલ ભરૂચ”નો ટેબ્લો રહ્યો હતો
પ્રથમ ક્રમે આવનાર સિંચાઇ વિભાગના ટેબ્લોની વિશેષતા જાણીએ
આ ટેબ્લો આઇ.સી.ડી.એસ વિભાગ મહિલા અને બાળવિકસ યોજના ભરૂચ- ૧,૨ દ્વારા પ્રસ્તુત કરવાનાં આવ્યો હતો જેમાં
આંગણવાડીમાં બાળકોને લાઇવ પુર્વ પ્રાથમિક શિક્ષણ ની પ્રવૃતિ કરાવવામાં આવે છે તેનુ આબેહુબ નિદર્શન કરાયું હતુ.
મુખ્ય મંત્રી માત્રૃશક્તિ યોજના અંર્ગત પ્રથમ વખતની સગર્ભા માતાને ૧૦૦૦ દિવસ માટે એટલે કે માતાને ગર્ભ રહે ત્યારથી લઇને બાળક-ર વર્ષનું થાય ત્યાં સુધી આ યોજના અંતર્ગત ૨ કિલો ચણા,૧ કિલો તુવેર દળ અને લિટર સિંગતેલ દર મહિને આગણ વાડી કેન્દ્ર માથી લાભ આપવામાં આવે છે તે દર્શાવ્યુ હતું.
પોષણ સુધા યોજના આ યોજનાનો મુખ્ય હેતુ તમામ આદિજાતિ ઘટકમાંઆગણવાડી કેન્દ્રમાં જન્મ સમયે ઓછા વજનવાળા બાળકના દરમાં ઘટાડો અને પ્રસુતિના પરિણામમાં સુધારો લાવવાનો છે. તે હેઠળ આગણવાડી કેન્દ્ર પર બપોરનું એક સમયનું સંપુર્ણ ભોજન રોટલી, લીલા શાકભાજી દાળ અને ભાત આપવામાં આવે છે તે દર્શાવ્યુ હતું.
° આગણવાડી કેન્દ્ર પરથી ૬-૩ વર્ષના બાળકો સગર્ભા, ધાત્રી, કિશોરીને વિના મુલ્યે ટેક હોમ રેશન (THR) આપવામાં આવે છે. અતિકુપોસિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે પોષક તત્વથી ભરપુર બાલશક્તિ નું વિતરણ કરવામાં આવે છે.
બીજા ક્રમે આદિજાતી વિકાસની ઝાંખી દર્શવાતા થીમ
આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ભરૂચ આદિજાતિના ઉત્થાન અર્થે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો અમલ કરે છે. આ ટેબ્લોમાં ભરૂચના ઝગડીયા તાલુકાના રતનપોર ગામનુંવિશ્વ પ્રસિધ્ધ "સિદિ્ ધમાલ નૃત્ય" સાથે હળપતિ આવાસ યોજના વર્ષ: ૨૦૨૧-૨૦૨૨ જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામના લાભાર્થી રાઠોડ સુરેશભાઇ ચતુરભાઈ (હળપતિ)ને મળેલ આવાસ યોજનાના મોડેલ સાથેનો ટેબ્લો નિર્દશન કરાયું હતું.આ ઉપરાંત આદિજાતિ ઉત્થાન માટે ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે દુધ સંજીવની યોજના,ટિસ્યુકલ્ચર કેળવાડિની યોજના, લીફ્ટ ઇરીગેશન યોજના, બાંમ્બુ આર્ટીકલ્સ બનાવતા આદિજાતિના લોકો ,બકરા પાલન યોજના,મરઘા પાલન યોજના, મધમાખી પાલન યોજનાની લાઈવ ઝાંખી દર્શાવી હતી.આ યોજનાઓ સિવાય આદિજાતિ સમાજમાં પરંપરાગત વાજીત્ર, દેવી દેવતાની ઝાંખી પણ આ ટેબ્લોમાં દર્શાવી હતી.
ત્રીજા ક્રમે "My livable Bharch"ના સંદેશ સી એસ આર પહેલનો ટેબ્લો
“લિવેબલિટી” અર્થાત જીવન જીવવાની સરળતા. ભરૂચ શહેરીજનો માટે ભરૂચ શહેર રહેવાલાયક,જીવવાલાયક અને માણવાલાયક બને એવા ઉદ્દેશ્યથી જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા “માય લિવેબલ ભરૂચ” –સીએસઆર પહેલ હાથ ધરાઈ હતી.
આ પહેલ અંતર્ગત ભરૂચ શહેરી તથા નંદેલાવ,ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારના અંદાજિત કુલ ૪૦.૦૦ કિલોમીટર વિસ્તારના મુખ્ય રસ્તાઓની દૈનિક ૨૪ કલાક સાફ-સફાઈ (સ્પેશ્યલાઇઝડ એજન્સીના સફાઇકર્મીઓ થકી),શહેરની મુખ્ય દિવાલોનું બ્યુટીફીકેશન, ઘર અને રસ્તા દીઠ કચરાનું એકત્રીકરણ, ઘન અને ભીનાકચરાનું વિભાજન, નિકાલ અને વ્યવસ્થાપન, ગંદકી ફેલાવનાર શહેરીજનો વિરુદ્ધ દંડાત્મક પગલાં,શહેરની ગૃહિણીઓ માટે હોમ કમ્પોસ્ટિંગની તાલીમ અને શહેરીજનો માટે શહેર ઉત્તમ રીતે રહેવાલાયક બની રહે એવા હેતુસર વિવિધ કામગીરી અને પ્રવૃત્તિઓ સક્રિયપણે હાથે ધરવા જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા “માય લિવેબલ ભરૂચ” સીએસઆર પહેલ કરાઈ હતી..
આ ઉપરાંત ૧૬ જુન ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે લોગો લોન્ચ કરાવીને આ પહેલ શરૂ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.