શ્રી કષ્ટભંનજનદેવને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર એવં દાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા એવં જય યાત્રા યોજાઈ
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો વાર્ષિક પાટોત્સવ નિમિતે તારીખ:19-20-10-2024ના રોજ શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સાંજે 6:30 કલાકે સંધ્યા વડતાલ દેશ પિઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ જલયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે ત્યારે પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ આશીર્વાદથી અને ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી- વડતાલની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૬મો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૦ના આસો વદ-૫, તા.૨૧-૧૦-૨૦૨૪, સોમવારના રોજ ઉજવાશે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા'નું આયોજન તા. ૧૯-૧૦-૨૦૨૪ શનિવાર થી ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર દરમિયાન રાખવામાં આવેલ છે
આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજએવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા આપ સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી- અથાણાવાળા દ્વારા હાર્દિક આમંત્રણ છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.