બોટાદ શહેરમાં શિવરાત્રી નીમિતે શિવજીની ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

બોટાદ શહેરમાં શિવરાત્રી નીમિતે શિવજીની ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા નીકળી


બોટાદમાં શિવરાત્રી નીમિતે શિવજીની ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા નીકળી

બોટાદના રાજમાર્ગો પર ભવ્ય તી ભવ્ય આશીર્વાદ ફરી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા

બોટાદના બ્રહ્મસમાજ અને મસ્તરામજી મંડળ,વૈજનાથ મહાદેવ મંડળ તેમજ વિશ્વહિન્દુ પરિષદના સહયોગથી બોટાદના પરા વિસ્તાર માં આવેલ મસ્તરામજી મહારાજની જગ્યાએ બોટાદના નવહથ્થા હનુમાનજી મંદિરના નિર્મળાનંદ સરસ્વતી બાપુ,સાળગપુર હનુમાનજી મંદિરના પુજારી ધર્મેન્દ્રભાઈ રાવલ(ધમા મારાજ)ભંજનાનંદ આશ્રમના મયુરાનંદ સરસ્વતી,જિલ્લા વિશ્વહિન્દુ પરિષદ અધ્યક્ષ સતુભાઈ ધાધલ સહીતના આગેવાનો ઉપસ્થિત માં શિવજીની ભવ્ય પાલખી ને શોભાવતી આશીર્વાદ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જે યાત્રા બોટાદના સ્ટેશન રોડ,ટાવર રોડ,દિનદયાળ ચોક,જુના રામજી મંદિર,ચકલા ગેટ,રાંગળી શેરી,રાજપુત ચોરા,સ્વામિનારાયણ મંદિર,મહાલક્ષ્મી મંદિર થઈ પૌરાણિક એવા વૈજનાથ મહાદેવ(શિવાલય)મંદિર ખાતે પહોંચી આશીર્વાદ યાત્રા પુર્ણાહુતી થઈ હતી જ્યાં શિવાલયમાં મહા આરતી કરવામાં આવી હતી આ આશીર્વાદ યાત્રા માં વિશ્વહિન્દુ પરિષદ,બજરંગ દળ તેમજ બ્રહ્મસમાજના આગેવાનો કાર્યકર્તા જોડાયા હતા તેમજ બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને બોટાદના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠીયા હતા તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ

તસ્વીર એલ ડી જોગરાણા- હરેશ બાવળીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.