હીરાપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને નુકસાન જવાની ભીતી - At This Time

હીરાપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને નુકસાન જવાની ભીતી


ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં મેથાણ હીરાપુરની નર્મદા કેનાલ માંથી માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવરફોલો થતા વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા ખેતરમા વાવેલ જીરું,એરંડા, વરીયાળી,જેવા પાકમા પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાની થવાની ખેડૂત દ્વારા ભીતિ તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકના હીરાપુર ગામની સીમમાં પસાર મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ પાણી છોડાતા તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો જે માઇનોર કેનાલ હીરાપુર, રાજગઢ,ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલ અગમ્ય કારણોસર ઓવરફ્લો થવાનો બનાવ બનતા હીરાપુર, રાજગઢ, ગામની તરીકે ઓળખાતી સીમ વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલાં ખેતરો માં નર્મદાના પાણી ફરી વળ્યા હતા કેનાલમાં અગાઉ તંત્ર દ્વારા ધ્યાન નહિ દેતા જે કેનાલ ઓવરફ્લો થઈને પાણી છલકાઈ જતા ખેતરમા વાવેલ જીરું, એરંડા, વરીયાળી,જેવા પાકમા પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાની થવાની ખેડૂત દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલો ઓવરફ્લો થતી રહે છે જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બનતા હોય છે ત્યારે હીરાપુર ગામની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આજુ બાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઉઠી રહયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.