સણોસરા ખાતે લોકભારતી દ્વારા “કૃષિ સ્વર્ણ સમૃદ્ધિ” સપ્તાહની ઉજવણી કરાઈ
સણોસરા ખાતે લોકભારતી દ્વારા "કૃષિ સ્વર્ણ સમૃદ્ધિ" સપ્તાહની ઉજવણી કરાઈ દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કામગીરીના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,લોકભારતી સણોસરા દ્વારા "કૃષિ સ્વર્ણ સમૃદ્ધિ" સપ્તાહની ઉજવણી અંતર્ગત તળાજા તાલુકાના મથાવડા અને પ્રતાપરા ગામ માં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ
જેમાં ખેડૂતોને વિસ્તાર આધારિત નવીનતમ કૃષિ તકનીકો,કૃષિ ઉદ્યોગો વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક જગદીશભાઈ કંટારીયા,વિક્રમભાઇ દેસાઈ પરેશભાઈ રાઠોડ અને શિલાબેન બોરીચા દ્વારા માહિતી આપવામાં આવી તેમજ કૃષિ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓ વિશે મદદનીશ ખેતી નિયામક જાદવ દ્વારા માહિતી આપવામાં આવી પ્રતાપરા ગામે યોજાયેલા ખેડૂત સંમેલનમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું અને કેન્દ્ર સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંગે જાગૃત કર્યા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.