પતિ અને જેઠે ખોટી શંકા કરી પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી - At This Time

પતિ અને જેઠે ખોટી શંકા કરી પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી


પોપટપરામાં આવેલ રઘુનંદન સોસાયટીમાં માવતરના ઘરે રહેતી રુકશાનાબેન સાજીદભાઈ જુણાચ (ઉ.વ.23) એ તેના પતિ સાજીદ અબ્દુલ જૂણાચ, જેઠ મોસીન અને સાસુ નસીમાબેન (રહે. ત્રણેય જંગલેશ્વર) વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારા લગ્ન તા.26/11/2021 ના રાજકોટમાં રહેતા સાજીદ સાથે થયેલ હતા. લગ્ન બાદ સયુંકત પરીવારમા સાસુ નસીમબેન, જેઠ-મીસીનભાઈ સાથે રહેતી હતી. મારા પતિ પાનની દુકાન ચલાવતા હતા. મારા સાસુ પણ કામ પર જતા રહેતા હતા.
લગ્ન બાદ અમારો ઘરસંસાર એકાદ વર્ષ બરાબર ચાલેલ હતો. બાદમાં હું પ્રેગનેન્ટ હતી ત્યારે કામ બાબતે અવાર-નવાર પતિ, જેઠ તથા મારા સાસુ નાની-નાની વાતમાં માનસીક ટોર્ચર કરતા અને બાદમાં બાળકના જન્મ બાદ મને તેડી ગયેલ ત્યારે બાદ પતિ અને જેઠ મારકુટ કરીને ઘરેથી કાઢી મુકેલ હતી. હું મારા પિયર આશરે છ માસ રિસામણે બેઠેલ હતી. બાદમાં વડીલોના સમજાવવાથી હું સાસરિયાએ જતી રહેલ હતી.
છએક માસ બરાબર ચાલેલ હતુ. બાદ હું પ્રેગનેન્ટ થતા ત્રણેક માસ પહેલા મારા માતા મને તેડી ગયેલ હતા અને દિકરાનો જન્મ થયા બાદ મારો પતિ બીજા દિવસે આવેલ હતો, પરંતુ બાદમાં મારા પતિ મને તેડવા આવતા ન હોય જેથી સાસુ સસરાને ફોન કરી કહેતાં તેઓ તેડી ગયેલ હતા.
બાદમાં તેઓ ઘરકામની દુકાને વસ્તુ લેવા ગયેલ ત્યારે મારા જેઠ શંકા કરી મને ગાળો આપવા લાગેલ અને બાદ મારા પતિ સાજીદએ મને માર મારેલ હતો. સાસુએ સાંજે કામેથી આવતા મારા માતાને ફોન કરી બોલાવેલ હતા. ત્યારે સમાધાન થયેલ હતુ. બાદમાં બીજે દિવસે વાતવરણ ઉગ્ર હોય જેથી સાજીદના મામા હુસેનભાઈ અને મારા માતા-પિતાએ આવી વાતચીત કરતા સાસરીયાવાળાઓ ઉગ્ર થઈ ગાળાગાળી કરવા લાગેલ હતા અને મને પહેરેલ કપડે મારા માતા-પિતા સાથે મને કાઢી મુકેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.