ભીમનાથ ગામેથી ગેલેરીયા ચેકપોસ્ટથી વાહન ચેકિંગ દરમ્યાન ટ્રક નં.GJ-01-HT-9841 માંથી શંકાસ્પદ હાલતમાં અબોલ પશુ નંગ-૦૯ સાથેકુ.રૂ.૯,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતીબરવાળા પોલીસ ટીમ. - At This Time

ભીમનાથ ગામેથી ગેલેરીયા ચેકપોસ્ટથી વાહન ચેકિંગ દરમ્યાન ટ્રક નં.GJ-01-HT-9841 માંથી શંકાસ્પદ હાલતમાં અબોલ પશુ નંગ-૦૯ સાથેકુ.રૂ.૯,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતીબરવાળા પોલીસ ટીમ.


પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્રારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબ તથા બોટાદ વિભાગના નાયબ પોલીસઅધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાંથી ગેરકાયદેસરપશુઓની હેરાફેરી બંધ કરાવવાની સુચના આપેલ હોય જે સુચના તથા માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે.નાપો.સ.ઇ. એસ.જી.સરવૈયા તથા પોલીસ સ્ટાફ‌ અના.એ.એસ.આઇ. સવજીભાઇ વેલાભાઇ ખેર તથાહેડ.કોન્સ.ઘનશ્યામસિંહ કરણસિંહ તથા પો.કોન્સ.બુધેશભાઇ રાઘવભાઇ તથા પો.કોન્સ.અજીતસિંહ ભરતસિંહ વિગેરેસ્ટાફના માણસો સાથે મળેલ ચોક્કસ હકીકત આધારે ગેલેરીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કામગીરી કરતા હતાતે દરમ્યાન ટ્રક નં GJ-01-HT-9841 વાળામાં અબોલા પશુ (ભેસો) જીવ નંગ-૦૯ ગે.કા. રીતે ટુંકા દોરડા થીટ્રકમાં ક્રુરતાપુર્વક ઘાંસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર બાંધી રાત્રિના અસુરા સમયે વધ કરવાના ઇરાદેશંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોય જે જીવ નંગ-૦૯ કિ.રૂ.૧,૮૦,૦૦૦/ તથા ટ્રક રજી નં GJ-01-HT-9841 નીકિ.રૂ.૮,૦૦,૦૦૦/- ની મળી કુલે રૂ.૯,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમો મળી આવતા પશુઓની હેરાફેરીકરવા બાબતે કોઇ પાસ પરમિટ ન હોય જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને પશુઓરાખવા બાબતે બરવાળા પાંજરાપોળના પ્રમુખ શ્રીએ મદદ કરી પશુઓ તએ બરવાળા પાંજરાપોળમાં રાખેલ છે

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:-

(૧)PSI શ્રી,એસ.જી.સરવૈયા.બરવાળાપો.સ્ટે.(૨)એ.એસ.આઇ.સવજીભાઇ વેલાભાઇ(3) હેડ.કોન્સ.ઘનશ્યામસિંહ કરણસિંહ(૪) પો.કોન્સ.બુધેશભાઇ રાઘવભાઇ(૫) પો.કોન્સ.અજીતસિંહ ભરતસિંહ

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.