રાજકોટમાં પરિણીતાને 'તું બીજી છો, જતી રહીશ તો ત્રીજી પણ મળી જશે' કહી સાસુ માનસિક ત્રાસ ગુજારતા, પતિ મારકૂટ કરતો - At This Time

રાજકોટમાં પરિણીતાને ‘તું બીજી છો, જતી રહીશ તો ત્રીજી પણ મળી જશે’ કહી સાસુ માનસિક ત્રાસ ગુજારતા, પતિ મારકૂટ કરતો


રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં માવતરે રહેતી પરણીતાને લગ્નના એક મહિનાના સમયમાં જ પતિ સાસુ સસરા અને નણંદે મારકૂટ કરી ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. માવતરે રહેતી પરિણીતાની ફરિયાદ પરથી મહિલા પોલીસે લગ્નગાળા આપનાર દરમિયાન ત્રાસ આપનાર પતિ રવિભાઇ સંજભાઇ બાંભવા, સાસુ લક્ષ્મીબેન સંજયભાઇ બાંભવા, મોટા નણંદ-કાજલબેન સાગરભાઇ ફાંગલીયાની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ રવિભાઈના આ બીજા લગ્ન છે. મારે પ્રથમ લગ્ન છે. મારા પતિ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા ઘરૂ પીને મારકૂટ પણ કરતાં હતા. મને ઘરખર્ચ માટે પૈસા આપતા નહિ અને મને મારા માતા-પિતા સથે વાત કરવા દેતા ન હોતા એક વખત વાત કરતી હતી તો મારો ફોન પણ ઝૂંટવી તોડી નાખ્યો હતો. સાસુ સસરા પણ વારંવાર રસોઈ બાબતે મેણા ટોળાં મારતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.