જૈનાચાર્ય લોકેશજી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહનું આમંત્રણ આપ્યું
જૈનાચાર્ય લોકેશજી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા
‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહનું આમંત્રણ આપ્યું
ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આચાર્ય લોકેશજીને તેમના ૪૨ મા નિવૃત્તિ દિવસે શુભેચ્છા પાઠવી “આચાર્ય લોકેશજીએ ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી નવેમ્બરમાં ગુરુગ્રામમાં ભારતના પ્રથમ ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નું ઉદઘાટન થશે આચાર્ય લોકેશજી ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ ના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકશાજીએ પોતાના દીક્ષા દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને મળ્યા હતા અને તેમને નવનિર્મિત “વિશ્વ શાંતિ કેન્દ્ર” વિશે વિગતવાર માહિતી આપી, ઉદઘાટન સમારોહમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો અને આચાર્ય લોકેશજીને તેમના ૪૨ માં દીક્ષા દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે, “આચાર્ય લોકેશજીએ વિશ્વના ખૂણે ખૂણે ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મનો પ્રચાર કરીને વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે.” તેમણે જણાવ્યું કે “વિશ્વ શાંતિનો આધાર 'વસુધૈવ કુટુંબકમ'ના આદર્શોમાં રહેલો છે.જો વિશ્વમાં શાંતિ અને સૌહાર્દની વાત થશે તો તે રસ્તો ભારતથી જ જશે. વિશ્વમાં સંકટના સમયમાં દરેક દેશ, દરેક ધર્મના અનુયાયી અને દરેક પીડિત આશાની આંખોથી ભારત તરફ જોતા હોય છે. નવા બનેલા ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ દ્વારા વિશ્વ શાંતિના પ્રયાસો વૈશ્વિક સ્તરે ઝડપી ગતિએ જીવંત થશે.”
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ‘અહિંસા વિશ્વ ભારતી’ દ્વારા પ્રકાશિત ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ની પ્રતિકૃતિનું વિમોચન પણ કર્યું હતું. વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે, “મે ૮ ઓક્ટોબર, ૧૯૮૩ ના રોજ અનુવ્રત અનુશાસ્તા આચાર્ય તુલસીજીના ચરણ કમળમાંથી દીક્ષા લીધી હતી. આજે સન્યાસ જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરીને ૪૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. મુખ્યમંત્રીજી સહિત તમારા બધા તરફથી મળેલી શુભકામનાઓ એ ધર્મ/અધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિની સેવાનો માર્ગ વધુ મોકળો કરશે. ગુરુગ્રામ દિલ્હી NCRમાં ‘અહિંસા વિશ્વ ભારતી’ દ્વારા સ્થાપિત ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નું ઉદઘાટન આગામી નવેમ્બરમાં થવા જઈ રહ્યું છે.” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સાથે વિશ્વશાંતિ અને સદભાવનાની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે, “વિશ્વ શાંતિ કેન્દ્રમાં ધ્યાન અને યોગ દ્વારા શાંતિ શિક્ષણ અને તાલીમ, વ્યક્તિત્વ નિર્માણ, ભારતીય સંસ્કૃતિ અને જૈન જીવનશૈલી પર આધારિત કાર્યક્રમો જેમ કે મહિલા સશક્તિકરણ, બાળકો અને યુવાનોનું સંસ્કૃતિ નિર્માણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે યોજાશે.”આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્યામ જાજુજી, વરિષ્ઠ ધારાસભ્ય નીરજ વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્યામ જાજુજી અને ધારાસભ્ય નીરજ વોરાએ મુખ્યમંત્રીજીનું શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.