અર્બન હેલ્થ સેન્ટર ખાતે કીશોરીઓને જરૂરી માર્ગદર્શન માટે શિબિર - At This Time

અર્બન હેલ્થ સેન્ટર ખાતે કીશોરીઓને જરૂરી માર્ગદર્શન માટે શિબિર


લુણાવાડા નગરના ફુવારા ચોક ખાતે આવેલી અર્બન હેલ્થ સેન્ટર ખાતે માસિક સ્ત્રાવ વ્યવસ્થાપન દિવસ નિમિત્તે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓને રેડ ડોટ, FAQ પુસ્તિકા વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા અને માસિક દરમિયાન થતી મુશ્કેલી, મુંજવણો અને ગેરમાન્યતા દૂર કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ, RCHO ડો. કે.કે. પરમાર, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુમિત્રાબેન તથા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અને સ્ટાફ સાથે કિશોરીઓ અને આશા બહેનો હાજર રહ્યા હતા. વધુમાં માસિક સ્વચ્છતા કોર્નરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા કર્યું હતું.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.