હેમુ ગઢવી હોલ પાસે પાર્ક કરેલ બાઈકમાંથી સ્કૂલ સંચાલકના મોબાઇલની ચોરી
હેમુ ગઢવી હોલ પાસે પાર્ક કરેલ બાઈકમાંથી સ્કૂલ સંચાલકના મોબાઇલની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બે શકમંદ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે પર્ણકુટી મેઈન રોડ પર શીવભુમી સોસાયટી શેરી નં.3 માં રહેતા અક્ષકુમાર ભરતભાઈ ગાજીપરા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સર્વોદય સ્કુલના સંચાલક છે. ગત તા.26/12/2023 ના રાત્રીના સમયે તેઓ હેમુ ગઢવી હોલમાં સ્કુલનુ ફંકશન હોય જેથી આવેલ હતાં અને તેમને ઓલા ઈલેકટ્રીક બાઈક હેમુ ગઢવી હોલની બહાર શેરીમા પાર્ક કરી તેમનો મોબાઇલ ફોન રૂ। 45 હજાર વાળો ઈલેકટ્રીક બાઇકની ડેકીમા રાખેલ હતો.
ફંકશન પુરુ થતા રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ તેઓ ફંકશનમાથી પરત આવી બાઇકની ડેકીમા જોતા મોબાઇલ ફોન જોવામા આવેલ ન નહીં. જે બાદ તપાસ કરવા છતાં મોબાઈલ ફોન ન મળતાં ફરીયાદ નોંધાવેલ હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતાં બે શકમંદો દેખાયા હતાં. હાલ પોલીસે તપાસ યથાવત રાખી છે. જ્યારે તસ્કરે અન્ય વાહનોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.