જિલ્લા કલેક્ટર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બોટાદના સંયુક્ત ઉપક્રમે GeM સેમિનાર યોજાયો
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બોટાદના સંયુક્ત ઉપક્રમે GeM સેમિનાર યોજાયો
GeM પોર્ટલની કાર્યપદ્ધતિથી જિલ્લાની દરેક કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને વાકેફ કરવા માટે તાલીમનું આયોજન
આજરોજ કલેક્ટર, બોટાદ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બોટાદના સંયુક્ત ઉપક્રમે GeMના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ કમિશનરની કચેરી, ગાંધીનગરથી પધારેલા GeM તજજ્ઞશ્રી નિમેષભાઈ પંચાલે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના વહીવટી વિભાગો, ખાતાના વડાઓ તેમજ જિલ્લા, તાલુકા કચેરીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ/ કોર્પોરેશન/ સોસાયટીઓ/ કંપનીઓ/ સંસ્થાઓ વગેરે દ્વારા થતી ખરીદી ફરજીયાત પણે ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ મારફત કરવામાં આવતી હોય છે. ચીજવસ્તુઓ તેમજ સેવાઓ પુરી પાડતા રાજ્યના સ્થાનિક ઉત્પાદકો અને વિક્રેતાઓના હિતમાં તેમની પાસેથી વધુમાં વધુ સરકારી ખરીદી GeM પોર્ટલ ઉપરથી થઇ શકે તે હેતુથી GeM માટેની કાર્યપદ્ધતિથી જિલ્લાની દરેક કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને વાકેફ કરવા માટે GeM પોર્ટલની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં બોટાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પી.પી. તડવી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં બીડ પ્રોસેસ, પેમેન્ટ પ્રોસેસ, બીલ પ્રોસેસ, મલ્ટીપલ લેંગ્વેજ સિલેક્શન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારના અંતે કર્મચારીઓના પ્રશ્નોનું નિષ્ણાત દ્વારા નિરાકરણ આપવામાં આવ્યું હતું. બોટાદના ટાઉનહોલ ખાતે યોજાયેલા સેમિનારમાં નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક સૈયદ, નાયબ કલેક્ટર સુ રાજેબેન વંગવાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.