માળીયા હાટીના તાલુકાના કાલીંભડા ગામે બે શખ્સો દ્વારા હથિયાર બતાવી ધાકધમકી આપી રૂ 1.95000 ની લૂંટ કરી ફરાર, પોલીસ તપાસ હાથ ધરી. - At This Time

માળીયા હાટીના તાલુકાના કાલીંભડા ગામે બે શખ્સો દ્વારા હથિયાર બતાવી ધાકધમકી આપી રૂ 1.95000 ની લૂંટ કરી ફરાર, પોલીસ તપાસ હાથ ધરી.


માળીયા હાતીના બનાવની મળતી વિગત મુજબ તાલુકાના કાલીંભડા ગામેં તા 13 ના રાત્રીના 2.30 ના સુમારે ગામના મહેશભાઇ છગનભાઇ પાથરના ઘરમાં આરોપી મકાનની દીવાલ ઠેકી ઘરમા પ્રવેશ કરી આરોપી સાગર કાન્તીભાઇ સોલંકીએ છરી બતાવી તથા ભીખા વલ્લભભાઇ કળથીયા એ લોખંડના પાઇપથી ફરીયાદીના ડાબા હાથમા માર મારી મુંઢ ઇજા કરી રીવોલ્વર જેવુ હથીયાર બતાવી ભય બતાવી ઘરમા દાગીના હોય તે આપી દેવાનુ કહેતા ફરીયાદીના ભાઇની ઘરવાળીએ સોનાનો હાર તથા સોનાની બુટી કિં.રૂ. આશરે ૧,૯૫,૦૦૦/- ના આપી દેતા તે લઇ જઇ તથા ફરીયાદીના મોટરસાયકલમા તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી આઇ.પી.સી. કલમ ૩૮૬, ૪૫૨, ૩૨૩, ૪૨૭, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ નો ગુન્હો નોંધી આગળની તપાસ ઈન્ચાર્જ માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.ક્ષત્રીય તપાસ ચલાવી રહ્યા છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.