જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન- અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટરી હોલ. જુનાગઢ રોડ, જેતપુર માં જળસંચય માટેની મિટિંગ.
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન- અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટરી હોલ. જુનાગઢ રોડ, જેતપુર માં જળસંચય માટેની મિટિંગ.
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન- જેતપુર અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટરી હોલ. જુનાગઢ રોડ, જેતપુર માં જળસંચય માટેની મિટિંગ.
રાજ્ય સરકાર દ્વારા કારખાનામાં જળ સંચય અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રીચાર્જ માટે ડેપ્યુટી કલેકટરશ્રી તથા મામલતદારશ્રી અને જીપીસીબી દ્વારા રાજ્ય સરકારશ્રીની યોજનાની જાણકારી આપવા અંગે સૌરાષ્ટ્રમાં ચેકડેમ ઉચા, ઉંડા, રીપેર, નવા તેમજ બોર રીચાર્જ દ્વારા જળ સંચયનુ કામ કરતી સંસ્થા જેમને ૧૧,૧૧૧ ચેકડેમ અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ પણ કરેલ છે તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા હોદેદારો દ્વારા ભૂગર્ભ જળ રીચાર્જ માટે કુવા તથા બોરના રીચાર્જની સીસ્ટમ વિષે જાણકારી આપવા માટેની મિટિંગ રાખવામાં આવેલ હતી.
જેતપુર પ્રાંત અધિકારી પટોળીયા સાહેબ અને શ્રી જેતપુર ડાંઈગ & પ્રિન્ટીંગ એસો. દ્વારા જેતપુર ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા "જળ એ જ જીવન"નુ સૂત્ર સાર્થક થાઈ તેના માટે વધુમાં વધુ કારખાનામાં બોર રીચાર્જ થાય અને જમીનના જળ સ્ત્રાવ ઊંચા આવે એ બાબતે તમામને માહિતગાર કર્યા.
જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે કવરજેટ કંપનીના અધિકારીઓ દ્વારા ડીજીટલ પ્રિન્ટિંગ ટેકનોલોજી બાબતે જાણકારી આપવા અંગે પ્રમુખ સ્થાનેથી રજુ થાય તે. કવરજેટ કંપની દ્વારા તાારીખ ૧૭ અને ૧૮ ડીસેમ્બર બે દિવસ માટે રોટરી હોલ ખાતે ડિજીટલ પ્રિન્ટિંગ મશીનનો લાઇવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવેલ હતું.
શ્રી જેતપુર ડાંઈગ & પ્રિન્ટીંગ એસો. ના પ્રમુખશ્રી જેન્તીભાઈ રામોલીયા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા દ્વારા વરસાદી પાણીનું લોકભાગીદારીથી કઈ રીતે જળસંચયના કાર્ય કરી શકાય તેવી ટેકનીકલ માહિતી આપી અને વધારેમાં વધારે લોકો લોકભાગીદારીથી આ કાર્યમાં જોડાઈ. દરેક કારખાને દાર પોતાના કારખાનામાં વરસાદી પાણીનું જતન થાય તેના માટે પાણીનો ટાંકો અને બોર રીચાર્જ કરે તો તેના ફાયદા માટે માહિતી આપવામાં આવી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ટુક સમયમાં અનેક ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. તેમજ અનેક બોર રીચાર્જ કરવામાં આવ્યા. તેનાથી અસંખ્ય ખેડૂતો, સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.આ કાર્ય ને વધુ વેગ મળે તેના માટે ડેપ્યુટી કલેકટરશ્રી રાહુલભાઈ ગમારા, તાલુકા મામલતદારશ્રી ભેસાણીયા સાહેબ, સીટી મામલદારશ્રી પટોળીયા સાહેબ, ડાંઈગ & પ્રિન્ટીંગ એસો. ના પ્રમુખશ્રી જેન્તીભાઈ રામોલીયા, પટોળીયા સાહેબ, સંજયભાઈ વેકરીયા, દીપુભાઈ જોગી, જીતેન્દ્રભાઈ હીરપરા, મનસુખભાઈ વાંધાણી, ભરતભાઈ વેકરીયા, જતીનભાઈ વડાલિયા, સુરેશભાઈ સખરેલીયા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, પ્રતાપભાઈ પટેલ - ટર્બો બેરીંગ, રમેશભાઈ ઠક્કર, કિશોરભાઈ કાથરોટીયા, ગોપાલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી, પરેશભાઈ જોશી, મહેન્દ્રભાઈ કાલરીયા, તેમજ ઉદ્યોગપતિ અને ખેડૂતો હાજર રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.