લોકસભા ચૂંટણી અન્વયે જાહેર વ્યવસ્થાને બાંધકરુપ ઈસમોને પાછા હેઠળ અટકાયતમાં લેતી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ - At This Time

લોકસભા ચૂંટણી અન્વયે જાહેર વ્યવસ્થાને બાંધકરુપ ઈસમોને પાછા હેઠળ અટકાયતમાં લેતી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ


સુરેન્દ્રનગર પોલીસ વડા ગીરીશ પંડયા સાહેબ ધ્વારા સમગ્ર જીલ્લામાં આમ જનતાની કિંમતી જમીનો પર ગેર કાયદેસર કબજો કરી ખંડણી ઉઘરાવવા, અપહરણ તથા લુંટ મારામારી, હથિયાર ધારા, દારૂ, જુગાર તેમજ અન્ય ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધકરૂપ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમને સખત હાથે ડામી દેવા માટે સરકારનાં નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક પગલાઓ લેવા સુચના મુજબ સુરેન્દ્રનગર એલસીબી પીએસઆઇ બી.એલ. રાયજાદા સાહેબએ એલસીબી સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરવા સુચનાં કરતા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં મારામારી લુંટ વિગેરે શરીરી સબંધી ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ પ્રદીપભાઈ દિલીપભાઈ ખાચર રહે નાની મોલડી ચોટીલા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથ્વીસિંહ અજીતસિંહ ગોહિલ રહે સરકારી દવાખાના પાસે વસ્તડી વઢવાણ, ઋષિરાજસિંહ રામસંગભાઇ જાદવ વઢવાણ પંજાબ નેશનલ બેંકથી આગળ સનરાઈઝ સ્કુલ પાસે વઢવાણ, રાજુભાઈ નાનુભાઈ ગમારા રહે કુંભારપરા શેરી 01 વઢવાણ, યાસીનભાઈ રહેમાનભાઈ મોવર રહે હાઉસિંગ બોર્ડ જૂની ખરાવાડ ધાંગધ્રા સહીત ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર નાઓ તરફ મોકલતા આ કામનાં સામાવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી સુરેન્દ્રનગર તથા જીલ્લાનાં પોલીસ સ્ટેશનની ટીમો ધ્વારા પકડી પાડી અટકાયતમાં લઇ પાસા વોરન્ટની બજવણી કરી લગત જેલ હવાલે કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.