બોટાદ જિલ્લામાં “એક પેડ માં કે નામ” અભિયાન અને પોષણ માહની ઉજવણીનો સંગમ - At This Time

બોટાદ જિલ્લામાં “એક પેડ માં કે નામ” અભિયાન અને પોષણ માહની ઉજવણીનો સંગમ


બરવાળા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર પોષણ માહની ઉજવણી અન્વયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વૃક્ષો એટલે છાયા અને શીતળતા, સૌંદર્ય અને સમૃધ્ધિ, સંપત્તિ અને પરિતૃપ્તિ, રંગબરંગી પક્ષીઓ, મોહક પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ. વેદો અને ઉપનિષદોના કાળથી આપણી સંસ્કૃતિ અને આપણા જીવનના અવિભાજ્ય અંગ હોય એ વૃક્ષોના મહત્વ વિશે ભાગ્યે જ કોઇ સ્પષ્ટતાની જરૂર હોઇ શકે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાનાં ફળ આપે છે. તેવી જ રીતે એક માતા અસંખ્ય વેદનાઓ વેઠીને તેના સંતાનોને સુખનો છાયડો આપે છે ગામોગામના તમામ નાગરિકો વૃક્ષોના મહત્વને સમજી તેનું વાવેતર અને જતન કરે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત "એક પેડ માં કે નામ" અભિયાન વેગમાન છે. આ અભિયાનની સાથે પોષણ માહ અભિયાનને આવરીને બોટાદ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે બરવાળા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં "એક પેડ માં કે નામ" અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ જનોને ઘરે ઘરે વૃક્ષો વાવીને પર્યાવરણ અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે સ્વચ્છતા અંગે પણ જાગૃત કરવામાં આવ્યાં હતાં. આ તકે બરવાળા ગામના દરેક આંગણવાડી કેન્દ્રનાં સભ્યો તેમજ મહિલાઓ અને બાળાઓ હાજર રહીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.