બરવાળા નગરપાલિકા દ્વારા ઇસમોનાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા
સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજની જગ્યામાં ગેરકાયદેસર મકાનોના દબાણો દુર કરાયા
બરવાળા નગરપાલિકા,મામલતદાર તેમજ પોલીસ સ્ટેશનની સંયુક્ત કચેરી દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા
બરવાળા નગરપાલિકાનાં ખોડીયાર મંદિર પાછળ સરકારી વિનયન કોલેજના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત બાંધકામ કરી મકાનો બનાવવામાં આવેલ દબાણો દુર કરવામાં આવ્યા.જેમાં સી.આર.પ્રજાપતિ(મામલતદાર-બરવાળા), બી.એ.રાઠોડ(એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ),વિરમભાઈ ભરવાડ (પોલીસ સબ ઇન્સ્પેકટર-બરવાળા), ગંભીરસિંહ ભાડલીયા(ક્લાર્ક,બરવાળા નગરપાલિકા) સહીતનાં અધિકારીઓ, કર્મચારીઓ,પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દબાણો દુર કરવામાં આવ્યું હતું દબાણ દુર કરવામાં આવતા શહેરમાં ફફડાટ મચી જવા પામ્યો હતો દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બરવાળા નગરપાલિકાનાં ખોડીયાર મંદિર પાછળનાં વિસ્તારમાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજનાં મકાન બાંધકામ બરવાળાનાં રે.સ.નં.૫૪-અ ની જમીન હે.આરે.૧૦-૧૦-૨૮ ચો.મી. વાળી નગરપાલિકા હસ્તકની ખલવાડની જમીન પૈકી હે.આરે. ૩-૦૦-૦૦ જમીન કોલેજનાં મકાન બાંધકામ માટે ફાળવવામાં આવેલ જે જમીનમાં પાકા મકાન તેમજ ઝુપડા બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું જેને દબાણ દુર કરવા માટે બરવાળા નગરપાલિકા દ્વારા નોટીસો ફટકારી હતી તેમ છતાં દબાણકર્તા ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવામાં નહિ આવતા બરવાળા નગરપાલિકા દ્વારા તા.૦૬/૧૦/૨૦૨૨ નાં રોજ સવારનાં ૧૧:૩૦ કલાકે મામલતદાર,ચીફ ઓફિસર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બરવાળાનાં સયુંકત ઉપક્રમે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર (૧) ચંદુભાઈ મથુરભાઈ ઓગાણીયા તથા કંચનબેન ચંદુભાઈ ઓગાણીયા (૨) હસમુખભાઈ વાલજીભાઈ વાઘેલા તથા શોભાબેન હસમુખભાઈ વાઘેલા દ્વારા સરકારી કોલેજને ફાળવેલ જમીનમાં ગેરકાયદેસર મકાનો બનાવી દબાણ કરેલ ઇસમોના દબાણો દુર કરવામાં આવ્યા હતા.બરવાળામાં ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
બરવાળા નગરપાલિકા હદ વિસ્તારમાં નગરપાલિકાની જમીન,સરકારી જમીન,રોડ માર્જિન કે સાર્વજનિક જગ્યા ઉપર બાંધકામ કે દબાણ નહિ કરવા દબાણ શાખા દ્વારા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.