લકડીપોયડા ખાતે ૩જી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી
લાલસર ક્લસ્ટરમાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૧૨ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે સરસ્વતી ઉ.બુ વિધાલય ખાતે મહીસાગર જિલ્લાના માધ્યમિક શાળા સંઘના પ્રમુખ અને આચાર્યશ્રી નિલેશભાઈ પટેલના વરદ હસ્તે ૩ ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા ૨૫ બાળકો અને મોટી ઉંમરના દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. તમામ જરૂરિયાતમંદ બાળકોને એમ.આર. કીટ, બગલ ઘોડી, હિયરિંગ એડ, મહિને ₹૧,૦૦૦ મળતી સહાયના ઓર્ડર સી.પી.ચેર, ઓળખ કાર્ડ અને દિવ્યાંગ દીકરીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે લાલસર ક્લસ્ટરમાં આઈ.ઈ.ડી.એસ.એસમાં ફરજ બજાવતા શિક્ષક જે.પી સોલંકી દ્વારા દિવ્યાંગ બાળકોને ૨૧ પ્રકારની દિવ્યાંગતા, દિવ્યાંગતાને લગતા તમામ કાયદાઓ, ગુ.રાજ્યના સમાજ સુરક્ષા દ્વારા મળતી સહાયનું માર્ગદર્શન આપ્યું હતું. દિવ્યાંગ લોકો અને બાળકો સાથે પ્રેમ સહાનુભૂતિ રાખવી અને સામાન્ય બાળકોની જેમ જ તેઓનો ઉછેર કરવા માટેની આપણા સમાજની ફરજ છે અને આવા લોકો અને બાળકો પણ સમાજનું અભિન્નઅંગ છે. તેઓએ વિશ્વના અને ભારત દેશ તેમજ ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિઓના પ્રેરણાદાઈ ઉદાહરણ આપીને તેમની પ્રતિભાને બિરદાવતા પ્રેરક પ્રસંગો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું મહીસાગર જીલ્લા આઇ.ઇ કો.ઓડીનેટર અને બી.આર.સી લુણાવાડાનું માર્ગદર્શન અને એક્તા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ બાયડના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકો શાળાનો સમગ્ર સ્ટાફ દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.