માળીયાહાટીના તાલુકાની શ્રી ગડુ પે.સેન્ટર શાળામાં RAF Global દ્વારા બાળમેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળા યોજાણો - At This Time

માળીયાહાટીના તાલુકાની શ્રી ગડુ પે.સેન્ટર શાળામાં RAF Global દ્વારા બાળમેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળા યોજાણો


આજરોજ માળીયાહાટીના તાલુકાની શ્રી ગડુ પે.સેન્ટર શાળામાં RAF Global દ્વારા બાળમેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવેલ આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર, એગ્રિકલ્ચરમાં ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કંપોસ્ટ ડેમો બાળકો દ્વારા તૈયાર કરેલ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોના સ્ટોલ બનાવી અને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. આ મેળામાં સરપંચ શ્રી, પંચાયત સભ્યો આગેવાનો અને આરોગ્યઅધિકારીઓ અને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ S M C સભ્યોએ હાજરી આપેલ અને અવલોકન કરવામાં આવ્યું તથા બાળ મેળા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને RAF Global ની ટિમ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ આ તકે ગડુ ગામના સરપંચ શ્રી બાબુભાઈ બાદલ, આચાર્ય શ્રી અને શાળા પરિવાર તેમજ એસએમસી સભ્યો તથા ગામ લોકોએ RAF Global સ્ટાફનો આભાર માનેલ અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.