મલેકપુર બજારમાં લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા ડુપ્લીકેટ સિરપકાંડને લઈ અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામા આવેલ હતી.ડુપ્લીકેટ સિરપકાંડ ખેડા જિલ્લામાં સામે આવ્યો છે. ત્યાર બાદ મહીસાગર જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે.લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લુણાવાડા સહિત અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.તાજેતરમાં ખેડા જિલ્લાના બીલોદ્રા અને બગડું ગામમાં નસીલા સિરપને કારણે 5 લોકોના મોત થયા છે. જે અંતર્ગત ઉચ્ચ અધિકારી દ્વારા તમામ જિલ્લાઓમાં આવા સિરફની તપાસ કરવા સૂચના આપી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ તમામ થાણાં અમલદારો, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી.ની ટીમો કામે લગાડી મેડિકલ સ્ટોર, આયુર્વેદિક દવાનું વેચાણ કરતા સ્ટોર, કરિયાણાની દુકાન, પાનના ગલ્લા તમામ જગ્યાએ તપાસ કરવા માટેની ડ્રાઇવ આપવામાં આવી છે.જેને લઇને લુણાવાડા તાલુકા પી.આઇ.ડી.કે ઠાકર તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા મલેકપુર બજારમાં ડ્રાઈવ યોજવામાં આવેલ હતી.બજારમા આવેલ મેડિકલ સ્ટોર, આયુર્વેદિક દવાઓનુ વેચાણ કરતા સ્ટોર, દવાખાના કરીયાણાની દૂકાન,પાનના ગલ્લા તમામ જગ્યાએ તપાસ કરી ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.હાલ શંકાસ્પદ સિરપ મળી આવ્યું નથી અને લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરી રહી છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.