માળીયા હાટીના BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
માળીયા હાટીના અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ નામથી ગુંજી ઉઠતા સમગ્ર પંથકમાં ભક્તિનો માહોલથી છવાયો હતો
વિશ્વશાંતિ મહાયજ્ઞમાં 1200 યજમાનો, મહિલા સંમેલન જેવા કાર્યક્રમો યોજાયા
ફટાકડાની આતશબાજી અને ગુણાતીત બેન્ડ પાર્ટી , ડિઝે ના તાલે હરિભક્તો તેમજ સ્વયંમ સેવકો ઝૂમી ઉઠ્યા હતા
મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને સ્વામીનારાયણના સંતો દ્વારા પુષ્પહાર ચડાવ્યા હતા
અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ ભગવાનની વિશાળ નગર શોભાયાત્રામાં મયુર રથ, હંસ રથ, સિંહ રથ, અશ્વ રથ,તેમજ બાઇક રેલી સાથે કળશ ધારી બહેનો તેમજ દીકરીઓ સાથે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનો , સહકારી સંસ્થાના આગેવાનો, નગર યાત્રામાં જોડાયા હતા
માળીયા હાટીનામાં સાસણરોડ ઉપર નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ થયો હતો વહેલી સવારેથી વિશ્વ શાંતિ મહાયજ્ઞ, મહિલા સંમેલન , પાલખી યાત્રા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
માળીયા હાટીના BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રેલ્વે સ્ટેશન પાસેથી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ ભગવાનની સંતો દ્વારા આરતી કરી અને શ્રીફળ વધારી નગર યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનતાની સાથે ભગવાનના રથોની સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી
પ્રગટ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરૂ હરી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી માળીયા હાટીનાના આંગણે ભવ્ય મંદિર નું નિર્માણ થયું છે. ત્યારે મૂર્તિઓની સ્થાપના વિધિ સંસ્થાના વરિષ્ઠ સંતોના શુભ હસ્તે 22 ફેબ્રુઆરીના રોજ થશે. ત્યારે આ નવનિર્મિત મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ અને ગણપતિજીની મૂર્તિઓ બિરાજમાન થશે. તેમ મંદિરના અખંડ ચિંતન સ્વામી અને આદર્શપ્રિય સ્વામીએ જણાવ્યું હતુ.
આ નગરયાત્રામાં માળીયા હાટીના psi બી.કે.ચાવડા તેમજ પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ, હોમગાર્ડ સહિતના ચુસ્ત બંદોબસ્ત રાખી સારી એવી ફરજ બજાવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.