*હઝરત રોશન શહીદ અને હઝરત ગેબન શહીદ નો ઉર્ષ તા.૧ અને ૨ ફેબ્રુઆરીએ યોજાશે*.
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
ડભોઇ -વડોદરા રાજય ધોરીમાર્ગ ઉપર કેલનપુર સ્થિત હિંદુ મુસ્લિમ એકતા ના પ્રતિક
___________________________
હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રતીક અને જ્યાં દરરોજ સેંકડો શ્રધ્ધાળુઓ પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને ફૈઝ પ્રાપ્ત કરેછે એવા હઝરત રોશન શહીદ અને ગેબન શહીદ બાવાની દરગાહનો વાર્ષિક ઉર્ષ તા.૧લી અને ૨જી ફેબ્રુઆરી એમ બે દિવસ દરમિયાન યોજાશે
વડોદરા ડભોઇ રાજય ધોરી માર્ગ ઉપર કેલનપુર નજીક આવેલ જામ્બવા નદીના કિનારે ઉપર આરામ ફરમાવી રહેલા હઝરત રોશન શહીદ અને હઝરત ગેબન શહીદની દરગાહનો ઉર્ષ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખુબજ ધામધૂમથી અને ધાર્મિક પરંપરા અનુસાર ઉજવવામાં આવનાર છે. જે બાબતની માહિતી આપતા દરગાહના ખાદીમ અને વહીવટકર્તા જનાબ ઈકબાલભાઈ જોનીએ વધુમાં દર વર્ષે ખૂબજ મોટી સંખ્યામાં હિંદુ - મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉર્ષમાં ભાગ લે છે અને આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે એ નક્કી છે એમ જણાવ્યું હતું અને દરગાહ શરીફ ઉર્ષના પ્રથમ દિવસે તા.૧/૦૨/૨૩ને બુધવારના રોજ કિસાનનગર થી સૈયદ સોહેલ બાપુના નિવાસસ્થાને થી સંદલનું જુલુશ નીકળશે અને સલામ અને નાત- મનકબત પઢતા પઢતા દરગાહે પહોંચશે. જયાં જુનેદઅલી બાવાસાહેબના દસ્તે મુબારક થી અસરની નમાઝ બાદ મજાર મુબારક પર ચઢાવવામાં આવશે. ત્યાર પછી ઉર્ષમાં આવેલ તમામ અકિદતમંદોને લંગર પીરસવામાં આવશે અને રાત્રે ૮-૩૦ કલાકે ઈશાની નમાઝ પછી મહેફિલે શમા યોજાશે. જ્યારે બીજે દિવસે તા. ૨/૦૨/૨૩ ને ગુરુવાર ના રોજ દિવસ દરમિયાન ધાર્મિક સતસંગ અને સાંજે મગરીબની નમાજ પછી ન્યાઝ (લંગર) ખવડાવવામાં આવશે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.