લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બોટાદ તાલુકાનાં 6 ગામોનાં વિવિધ બૂથ પર ચુનાવ પાઠશાલાનું આયોજન કરાયુ
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બોટાદ તાલુકાનાં 6 ગામોનાં વિવિધ બૂથ પર ચુનાવ પાઠશાલાનું આયોજન કરાયુ
આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બોટાદ જિલ્લાનાં ગામડાઓમાં મહત્તમ મતદાન થાય તે હેતુને સિદ્ધ કરવા માટે જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે જેમાં ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ મતદાન જાગૃતિ માટે ‘ચુનાવ પાઠશાલા’નુ આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી નોડલ ઓફીસર ટી.આઇ.પી. અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ દ્વારા બોટાદનાં 6 ગામોનાં વિવિધ બૂથ પર મતદાન જાગૃતિને લઈને ‘ચુનાવ પાઠશાલા’નું આયોજન કરવામાં આવ્યું હતું જે મુજબ દરેક ગામમાં બૂથ પ્રમાણે અલગ અલગ સ્થળે કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં જેમકે, બોટાદનાં રોહીશાળા, પાળિયાદ, કુંભારા, તુરખા, તાજપર તેમજ ઝમરાળામાં મતદાન જાગૃતિ વિશે કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં ચુનાવ પાઠશાલામાં દરેક ગામનાં યુવા, મહિલાઓ અને પુરુષ મતદારો તેમજ દરેક ગામના ગ્રામ સેવક ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.