મુળી નાં ગઢડા ગામે આમ આદમી પાર્ટી નાં કાર્યકરો નો સન્માન સમારોહ યોજાયો - At This Time

મુળી નાં ગઢડા ગામે આમ આદમી પાર્ટી નાં કાર્યકરો નો સન્માન સમારોહ યોજાયો


*ચોટીલા વિધાનસભા આમ આદમી પાર્ટી નાં કાર્યકરો સન્માન સમારોહ યોજાયો*

*રાજુભાઈ કરપડા ને ૪૫૪૦૦ મત મળતાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો*

મુળી તાલુકામાં ગઢડા ગામે આજે ચોટીલા વિધાનસભા બેઠક પર નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા ને ૪૫૪૦૦ મત મળતાં અને બીજા નંબરે હરીફ ઉમેદવાર રહેતાં ચોટીલા વિધાનસભા બેઠક નાં આમ આદમી પાર્ટી નાં કાર્યકરો ની ખંત અને દ્રઢ વિશ્વાસ સાથે મહેનત ની કદર કરી કાર્યકરો ને સન્માનવા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી નાં કાર્યકરો જોડાયા હતા જેમાં રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે હવે અમો લડત ચાલુ રાખશુ અને ખેડૂતો નાં પ્રશ્નો સાથે સાથે રોડ રસ્તા શિક્ષણ અને આરોગ્ય બાબતે રજૂઆત કરવામાં આવશે અને મુખ્ય લડત હવે મજુરો માટે લડત આપવામાં આવશે સાથે જણાવ્યું હતું કે આ પંચાળ વિસ્તાર માં મોટાપ્રમાણમાં ખનિજ કોલસો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે તેમાં દરવર્ષે અંદાજે ૫૦ મજુરો નાં મોત અકસ્માત થી થાય છે તેઓ ને કોઈપણ જાત નું વળતર મળતું નથી અને તેઓ નાં બાળકો અને પત્નીને દુઃખ સહન કરવું પડે છે ત્યારે હવે કોઈ પણ આવાં આકસ્મિક મોત કોલસાની ખાણો માં થશે તેને અમારા તરફથી PIL દાખલ કરી હાઈકોર્ટે સુધી લડત આપી ૨૫ લાખ સુધી વળતર ચુકવવા મહેનત કરીશું સાથે સાથે તમામ મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં એક એક કાર્યકર એક યોદ્ધા બની તમામ મતદારો નાં એક એક મત નું કામ કરી વળતર આપશું આ તકે ચોટીલા પ્રમુખ દેવકરણભાઈ જોગરાણા,મુળી પ્રમુખ કીશોર ભાઈ સોળમીયા, સહિત ચોટીલા ટીમ થાનગઢ ટીમ મુળી ટીમ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઉપસ્થિત કાર્યકરો નો આભાર રાજુભાઈ કરપડા એ કરેલ હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.