સાબરકાંઠા જીલ્લાની આંગણવાડી બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
સાબરકાંઠા જીલ્લાની આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોએ મંગળવારના રોજ હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને સરકાર સામે દેખાવો કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે બહેનો જીલ્લા સેવાસદન ખાતે આવીને કલેક્ટરને પોતાની પડતર માગણીઓને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ત્યારે સરકારમાં જે આંગણવાડી કર્મચારીઓ માટે માનદ શબ્દ વપરાય છે તે માનદ શબ્દ દૂર કરી કાયમી સરકારી કર્મચારી તરીકેનો દરજજો આપવો તથા આંગણવાડીના સમયમાં ફેરફાર કરી રોજે ૧૦ થી ૩ નો સમય કરવો તથા આંગણવાડીના કામ સિવાય અન્ય કામો ન સોંપવા સહિતની વિવિધ પ્રકારની ૧૯ જેટલી માગણીઓ સાથે રેલી યોજી હતી જ્યારે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી હડતાલનું શસ્ત્ર ઉગમવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠા જીલ્લામા ૧૩ દિવસ કરતા વધુ સમયથી તમામ આંગણવાડીઓ બંધ છે ત્યારે હાલ તો સમગ્ર જીલ્લામા નાના ભૂલકાઓને આંગણવાડીથી વંચિત રખાયા છે તેવા સમયે આંગણવાડી બહેનોની માગણીઓની સરકાર યોગ્ય અને હકારાત્મક નિર્ણય કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર:-હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.