બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા - At This Time

બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા


બોટાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બરવાળા તાલુકાની શાળાઓ રેફડા, ચાચરિયા તથા રામપરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મતી જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમમાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી આ તકે જણાવ્યું હતું કે, શિક્ષણના મહત્વને ઉજાગર કરતા આ ઉત્સવ સમાન કાર્યક્રમમાં આજે શાળામાં પ્રવેશનારા તમામ વિદ્યાર્થીઓને વાલીઓને અભિનંદન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા આ સુંદર કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણના મહત્વને ગામેગામ સુધી પહોંચાડવાનો છે. શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ગામડાઓમાં શાળા પ્રવેશોત્સવ થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે જે ખૂબ જ ખુશીની વાત છે કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર, અગ્રણી સુરેશભાઈ ગઢીયા, શ્રીમતી અલ્પાબા, બરવાળા તાલુકા પંચાયત સદસ્ય વંદનાબેન પંડ્યા, અગ્રણી પાલાભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.