દામનગર ના ધામેલ ગામે મંજૂર થયેલ ચાર નાળાનુ કામ શરૂ કરવામાં કોન્ટ્રાકટર અને એન્જિનિયર ની મનમાની થી ગામ લોકોમાં રોષ..!!
દામનગર ના ધામેલ ગામે મંજૂર થયેલ ચાર નાળાનુ કામ શરૂ કરવામાં કોન્ટ્રાકટર અને એન્જિનિયર ની મનમાની થી ગામ લોકોમાં રોષ..!!
ભા.જ.પ.અને વહીવટી તંત્ર ગુમ..!!? સરકારે મંજૂર કરેલ કામ ઘણી વખત ઈજારદાર કે અધિકારી દ્વારા શરૂ કરવામાં કાંઈક ને કાંઈક ગૂચ ઊભી કરાતી હોય છે. આવો જ એક મંજૂર થયેલ લાઠી તાલુકાના દામનગર થી સાત કી.મી.દૂર આવેલ ધામેલ ગામના પાદર માથી પસાર થતા માર્ગ પર કે જે પેલેથી બેઠો પુલ છે,અને વર્સો થી તૂટેલો છે.કેટલાય ધારાસભ્ય અને સાંસદ બદલાઈ ગયા,ચૂંટણી સમયે આ જગ્યા એ પુલ ( નાળુ) કરવાના વાયદા અપાયેલ,અંતે દોઢ વર્ષ પહેલાં મંજૂર થયેલ ચાર નાળા વાળો પુલ બનાવવામાં કોન્ટ્રાકટર અને એન્જિનિયર દ્વારા કાંઈક ને કાંઈક ગતકડાં કાઢવામા આવી રહ્યા હોય આ માર્ગ પર થી દામનગર,ગારીયાધાર,ભાલવાવ,પાલીતાણા,લાઠી,બોટાદ,તળાજા તરફ જતા - આવતા ખાનગી વાહનો,એસ.ટી.બસ અને વિદ્યાર્થીઓને ખાસ દવાખાને લઈ જવાતી વખતે તુટેલા અને પાણી ભરેલા ખાડાને કારણે ભારે તકલીફ પડી રહી છે.આ પુલમાં ધામેલ ગામનું તળાવ જ્યારે ઓવરફલો થાય ત્યારે પાણી આવતું હોય, વર્સો જુની સમસ્યા ભા.જ.પ.,અને કોંગ્રેસના પદાધિકારીઓ રાજકારણ બાજુ પર રાખીને મંજૂર થયેલ આ નાળાનું કામ સત્વરે શરૂ કરાવી પ્રશ્ન હલ કરે એવી માંગ ગામના મધુભાઈ ચિતલિયા એ કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.