મનપાના ચોપડે સ્થિતિ કાબૂમાં, વાસ્તવમાં બેકાબૂ 2911 ઘરમાં ફોગિંગ, ડેન્ગ્યુના કેસ નોંધાયા માત્ર 12 - At This Time

મનપાના ચોપડે સ્થિતિ કાબૂમાં, વાસ્તવમાં બેકાબૂ 2911 ઘરમાં ફોગિંગ, ડેન્ગ્યુના કેસ નોંધાયા માત્ર 12


રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે પણ ચોપડે સ્થિતિ કાબૂમાં હોવાનું જ ચિત્ર દેખાય છે. જોકે ચોપડે રોગચાળો ઓછો હોય પણ અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ વધ્યાની ફરિયાદને પગલે ફોગિંગ કરવાની કામગીરી ઝડપી બનાવાઇ છે. આ ઉપરાંત જ્યાં જ્યાં દર્દીઓ હોવાની માહિતી મળે એટલે તુરંત કામગીરી કરાય છે. આમ છતાં હજારો કેસ મનપાની નજર બહાર છે. ચોપડે ભલે કેસ નહિવત હોય પણ મચ્છરજન્ય રોગની શંકા તેમજ બચવા માટે 2911 ઘરમાં ફોગિંગ કરાયા છે તે આડકતરી રીતે શહેરમાં ફેલાયેલા રોગચાળાની ચાડી પૂરાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.