ધંધૂકાના હડાળા ગામે જવાના રેલવે અન્ડર પાસ હળવા વરસાદ બાદ પાણીમાં ગરકાવ. - At This Time

ધંધૂકાના હડાળા ગામે જવાના રેલવે અન્ડર પાસ હળવા વરસાદ બાદ પાણીમાં ગરકાવ.


ધંધૂકાના હડાળા ગામે જવાના રેલવે અન્ડર પાસ હળવા વરસાદ બાદ પાણીમાં ગરકાવ.
દર ચોમાસે અન્ડર પાસમાં પાણી ભરાતા હોઈ અવરજવરમાં ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે ધંધુકા તાલુકાના હડાળા માલ ગામ તરફ જવાનો એક માત્ર માર્ગ રેલવેના અન્ડર પાસમાં સામાન્ય વરસાદમાં ભરાયેલા પાણીને કરણે બંધ હાલતમાં છે . દર ચોમાસામાં અન્ડર પાસમાં જળભરાવ થવાથી વાહન વ્યવહાર સંદતર બંધ ઇ જતા ગામજનો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બની જાય છે . રેલવે તંત્ર દ્વારા બનાવાયેલ અન્ડર પાસમાં સામાન્ય વરસાદમાં પણ ભારે જળભરાવ થઇ જાય છે . ધંધૂકાના હડાળા ગામના લોકો રેલ્વેના અન્ડરપાસમાં ભરાતા વરસાદી પાણીને કારણે લોકોને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે . ચાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા ગામ પાસેથી બોડગેજ રેલવે લાઇન પસાર થાય છે અને રેલવે તંત્ર બનાવાયેલા અન્ડર પાસમાં
સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થઇ જાય છે. જેના કારણે ગામ તરફ જવાનો એક માત્ર માર્ગો બંધ થઈ જાય છે . પણ પાણીમાંથી જઈ નથી શકતા . ત્યારે ચાલીને જવું અશક્ય જ બની છે . દર ચોમાસામાં રેલવેના અન્ડર પાસમાં જળભરાવની સ્થિતિ સર્જય છે . જેના કારણે હડાળાના મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બની જાય છે . પાછલા પાંચ વર્ષથી સમસ્યાથી પરેશાન હડાળાના કાયમી ઉકેલની માગ પાસે કરી રહ્યા છે . ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી . વળી કોઇ વૈકલ્પિક માર્ગ પણ ન હોવાથી અન્ડર પાસમાં પાણી ભરેલ ત્યારે વિદ્યાર્થીઓને જીવના જોખમે માર્ગો અન્ડર પાસની પાળીઓ પર ચાલીને જવાનો વારો આવ્યો છે . ત્યારે ગ્રામજનો આ સમસ્યાનો કાયમી ઉકેલ માંગી રહચા છે .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.